એક છાત્રાલય માં કુલ 100 વિદ્યાર્થીઓ રહેતાં હતાં...
અને તમામ વિદ્યાર્થીઓ ને દરરોજ રાત્રે જમવામાં ખીચડી મળતી હતી
સૌ વિદ્યાર્થીઓ તેનાથી કંટાળી ગયા હતા...
તેમાંથી 20 વિદ્યાર્થીઓ એવા હતા જે દરરોજ રાત્રે ખીચડી ખાવા સાથે સહમત હતા...
બાકીના 80 માના સૌને બદલાવ લાવવો હતો...
એક દિવસ સૌએ નક્કી કર્યું કે આપણે સૌ એકમત થઈએ અને બધાનું મંતવ્ય લઈએ...
બધા જોશ માં હતા...
બધાને લાગ્યું કે બદલાવ જરૂર આવશે, અને અમારી મનગમતી વસ્તુ અમને ખાવા મળશે...
દરેકના મત લેવામાં આવ્યા...
જુદી જુદી વાનગી ખાવા માટે મંતવ્ય લેવામાં આવ્યું
જે કંઇક આ મુજબ હતું...
ચાઇનીઝ ખાવાની ઈચ્છા વાળા વિદ્યાર્થી - 10
પંજાબી - 15
ફાસ્ટફૂડ - 12
ફૂલ થાળી - 14
સાઉથ ઇન્ડિયન - 09
પિત્ઝા બર્ગર/જંક ફૂડ - 13
નોનવેજ - 7
.
.
.
.
.
ખીચડી - 20 *બધાએ પોતપોતાની ઈચ્છા અને પસંદ મુજબ પોતાનો મત મૂક્યો ... પરંતુ હજુ એ છાત્રાલય માં દરરોજ રાત્રે ખીચડી જ બને છે... અને મેજોરિટી માં હોવા છતાં સૌને ખીચડી જ ખાવી પડે છે...*
આપણું પણ કંઇક આવું જ છે...
બ્રાહ્મણ
ક્ષત્રિય
દલિત
યાદવ
જાટ
ગુર્જર
અન્ય...
આપણે બધાય ને સારું મેળવવાની ઈચ્છા છે... પરંતુ જ્યારે એક દિશામાં ચાલવાની વાત આવે એ સાથે જ આપણે સૌ આપણો પોતાની અંગત ઈચ્છા અને સ્વાર્થ જોઈએ પોતાનો મત આપીએ છીએ... અને પછી બધા અલગ અલગ દિશા માં વહેચાઈ જવાથી છેલ્લે ન છૂટકે આપણે ખીચડી ખાવા મજબૂર થવું પડે છે...
મેસેજ નાનકડો છે પણ વાસ્તવિક છે... સમજવા જેવો છે...
"સર્વ ધર્મ - સમાજ એક બનો ... નેક બનો"- The Mayurdhvajsinh