ચિત્રવીર્ય-વિચિત્રવીર્ય : (ચિત્ર-વિચિત્રનો મેળો)
------------------------------------
પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે,
હસ્તિનાપુર (આજનું દિલ્હી)ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા. 'ચિત્રવીર્ય' અને 'વિચિત્રવીર્ય'. બંને ભાઈઓ તેઓની માતા સત્યવતી (જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતા હતા) અને દેવવ્રત (મહાભારતના ભિષ્મ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા. પાછળથી પોતાની ભૂલ તેઓને સમજાતા જાતે જ બલિદાન આપી અગ્નિ સ્નાન કર્યું હતું. આ બલિદાન તેમણે 'ગુણભાંખરી' નામની ટેકરી પાસેના ત્રિવેણી સંગમ સ્થળે કર્યું હતું.
આમ, પોતાની ગેરસમજથી થયેલી ભૂલના પસ્તાવાના કારણે દેહ ત્યાગ કરનાર બંને ભાઈઓની યાદમાં ચિત્ર-વિચિત્રનો મેળો સાબરકાંઠાના ગુણભાંખરી ખાતે ભરાય છે.
('માહિતી નિયામક'માંથી)
#ચિત્રવિચિત્રનોમેળો #સાબરકાંઠા #ગુણભાંખરી