Posts filter


અંબાજી ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી?
Poll
  •   2020
  •   2021
  •   2022
  •   2023
325 votes


Video is unavailable for watching
Show in Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12773


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો, તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, આપણા પુરાણોમાં તમામ રોગના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે...

#GujaratInformation12772
#CM


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત પ્રથમ BIMSTEC યુથ સમિટનો શુભારંભ કરાવ્યો...

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, 7 સભ્ય દેશના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાઓની પ્રેરક ઉપસ્થિતિ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો વિકાસ અભિગમ સમગ્ર માનવજાતના કલ્યાણ કેન્દ્રિત રહ્યો છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation12771
#CM


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરાવ્યો..

વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઇવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે; રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ માટે મહત્ત્વપૂર્ણ મંચ...

આ અવસરને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પલેક્ષનું પણ ઇ-લોકાર્પણ...

#GujaratInformation12770
#CM


શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025

બ્રહ્માંડની અસીમ શક્તિ, ઉર્જા ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર

#GujaratInformation12769


Video is unavailable for watching
Show in Telegram
ઓછા ખર્ચે વધુ સમૃદ્ધિ,
કૃષિ કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂત ભરતભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા ડાંગર, કેરી, દેશી ટામેટાં, વાલ (પાપડી), રીંગણ, તુવેર, તુરીયા તેમજ કાજુનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે.

રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટેની સહાય અને તાલીમ મળવાથી પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને અર્થિક રીતે પગભર પણ થયા: ભરતભાઈ ગોભાલે

#GujaratInformation12768
#OrganicFarming


મોટો સામો તરીકે ઓળખાતા ખડધાન્ય કોદરીના છે અનેક લાભ...

#GujaratInformation12767
#Millet


મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2024, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ...

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે અમદાવાદ ખાતેથી તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૧૫ વાગ્યાથી શુભારંભ..


#GujaratInformation12767
#CM
#GOG


Video is unavailable for watching
Show in Telegram
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12766


મહાકુંભ મેળામાં સહભાગી થવા પ્રયાગરાજ પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ બડે હનુમાનજીના મંદિરમાં દર્શન-પૂજન કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી...

#GujaratInformation12765
#CM
#GOG


PACS કમ્પ્યુટરાઈઝેશન યોજના

ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન

#GujaratInformation12764
#Gujarat


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રયાગરાજ ખાતે તૈયાર કરવામાં આવેલ ગુજરાતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વૈવિધ્યની ઝાંખી કરાવતા ‘ગુજરાત પેવેલિયન’ની મુલાકાત લઈ યાત્રિકો માટે ઉપલબ્ધ સેવા-સુવિધાની માહિતી મેળવી...

ઉલ્લેખનીય છે કે, મહાકુંભ મેળાની મુલાકાત લેતા ગુજરાતના ભાવિકો માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘ગુજરાત પેવેલિયન’ શરૂ કરવામાં આવ્યું છે...

#GujaratInformation12763
#CM
#GOG


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી જળ અર્ધ્ય અર્પણ કર્યા…

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશ સરકારે કુંભમેળામાં આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી...

#GujaratInformation12762
#CM

14 last posts shown.