પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજીનું વિચરણ એટલે
- ભગવાન શ્રી સ્વામિનારાયણનાં વરદાનોની દિવ્ય અનુભૂતિનો પ્રસાદ છે.
- ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીનાં પ્રગટપણાની પ્રતીતિનો અહેસાસ છે.
- યુવાનને શરમાવે એવો ૭૨ વર્ષે ગુરુભક્તિનો તરવરાટ છે.
- ભક્તોનાં દર્શન અને સેવામાં જ સ્વામીજીનાં દર્શન અને સેવાનો આસ્વાદ છે.
- સમયે પણ થંભીને કહેવું પડે કે ‘થોડોક તો આરામ કરો.’ એવો પળપળનો હિસાબ છે.
- જેમની આંખોમાં કરુણાનો પ્રસાદ છે તો ક્યાંક ગુણાતીત વેધકતાનો પ્રતાપ છે.
- વિચાર, વાણી અને વર્તનમાં પ્રેમ અને દાસત્વથી હરએકના દિલમાં બેસવાનો સહજ સ્વભાવ છે.
- જેમની વાણીમાં સહજાનંદી ખમીરી અને ગુણાતીત સહજતાના દર્શન છે.
- જેમનાં સમાધાનમાં દુ:ખ અને ભૂલની વિસ્મૃતિ કરાવી પ્રગટ પ્રભુ પ્રાપ્તિની ધન્યતાનો અહેસાસ છે.
- જેમનાં ભીડાની અવિરત યાત્રામાં સ્વભાવ અને પ્રકૃતિની નિર્મુળતાનો સરળ ઉપાય છે.
- જેમનાં સાંનિધ્યમાં અસ્તિત્વ અને અસ્મિતાની સહજ વિસ્મૃતિ અને તુંહી તુંહી નો બ્રહ્મનાદ છે.
હરિઅક્ષર પ્રદેશ વિચરણ દર્શન, નવેમ્બર ૨૦૨૪
હરિમનન પ્રદેશ વિચરણ દર્શન, ડિસેમ્બર ૨૦૨૪
હરિમય પ્રદેશ વિચરણ દર્શન, જાન્યુઆરી ૨૦૨૫
ઉપરોક્ત વિચરણનું દર્શન આપણે સહુ હરિપ્રબોધમ્ એપ્લીકેશનમાં કરી શકીશું.
https://apps.apple.com/us/app/hariprabodham/id6443796461https://play.google.com/store/apps/details?id=com.hari.patrika.patrika