Postlar filtri






માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સમગ્ર દેશમાં 10,000 જેટલી નવરચિત વિવિધ કાર્યકારી PACS (પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી), દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનો શુભારંભ કરાવ્યો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમમાં વર્ચ્યુયલ માધ્યમથી સહભાગી થઈ રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓ અને મંડળીઓના સભ્યો સાથે સંવાદ સાધ્યો...

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે ગુજરાતમાં નોંધાયેલ 513 MPACs (Multi Purpose Agricultural Credit Societies) પૈકીની મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર અર્પણ સાથે જ લાભાર્થીઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ...

#GoodGovernanceDay
#GujaratInformation12413


ગુડ ગવર્નન્સ થકી જનકલ્યાણની નેમ..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘મારી યોજના’ પોર્ટલ, ‘સ્વાગત 2.0’ અને ‘કનેક્ટ ગુજરાત’ પહેલ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પ્રકલ્પો, શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવા કાર્યો, રાજ્યની 34 નગરપાલિકામાં સિટીઝન સિવિક સેન્ટર જેવા અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને લૉન્ચિંગ...

નાગરિકોના ગુણવત્તાસભર જીવનમાં વધારો કરવાની સાથે વિકાસમાં વધારો કરવા હેતુ વિવિધ MoU; સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અભિયાન અન્વયે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકારના વિભાગોને પુરસ્કારથી સન્માનિત...

#GoodGovernanceDay
#GujaratInformation12412


CM શ્રીના નેતૃત્વમાં CMશ્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકોપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો
🔶 ગવર્મેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ : રાજ્યની નાગરિકલક્ષી યોજનાઓ, સેવાઓ, અસરકારક મોનિટરિંગ માટે મહત્ત્વના પેરામીટર્સ આધારિત સમગ્રતયા મોનિટરિંગ કરી શકાશે

🔶 સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ : તમામ સ્કોલરશિપના મોનિટરિંગ માટે સી.એમ. ડેશબોર્ડમાં ખાસ સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ શરૂ થઈ

🔶 રેવન્યૂ મોનિટરિંગ સિસ્ટમ : રેવન્યૂ વિભાગના વિવિધ પોર્ટલોનું મોનિટરિંગ કરવા માટે ડેશબોર્ડમાં અલાયદું “રેવન્યૂ ડેશબોર્ડ”

🔶 સી.એમ. ફેલો વેબસાઇટ : વધુ યુવાનો ગુડ ગવર્નન્સ સાથે જોડાય તે માટે સી.એમ. ફેલોશિપ વેબસાઇટ

🔶 સ્વર પ્લેટફોર્મમાં સ્પીચ ટુ ટેક્સ્ટ અમલી થતાં હવે લોકો બોલીને પણ પોતાની અરજી સબમિટ કરી શકશે

🔶 ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલનું આધુનિકીકરણ : નાગરિકો અને અન્ય હિતધારકો માટે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સેવાઓની સિંગલ વિન્ડો ઍક્સેસ મળશે

રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીઓને શક્ય તેટલા વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે : મુખ્યમંત્રીશ્રી
#GoodGovernanceDay
#GujaratInformation12411


માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજના સુશાસન દિવસના અવસરે રાજ્યના વન વિભાગમાં પસંદગી પામેલા 810 વન રક્ષકો અને 40 જેટલા મદદનીશ વન સંરક્ષકોને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર એનાયત કરાયા…

આ અવસરે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં “સેવા, સંકલ્પ અને સુશાસનના બે વર્ષ”, “Best Practices of Forest” અને ભારતીય વરુની ગુજરાતમાં હાજરી અંગે “Atlas of Indian Wolf Habitats in Gujarat” એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું…

ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાશક્તિના કૌશલ્ય-સામર્થ્યને પારદર્શી સમયબદ્ધ ભરતી પ્રક્રિયા દ્વારા જન સેવામાં જોડાવાની તક આપી છે: મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation12410
#CM


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
સુશાસનની સફરને વધુ વેગવાન અને સુદૃઢ બનાવશે ડિજિટલ ગુજરાતની સોશિયલ મીડિયા પહેલ...

#ConnectGujarat
#GujaratInformation12409


ભારતના પૂર્વ વડાપ્રધાન અને ‘ભારત રત્ન’ શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન...

#GoodGovernanceDay
#GujaratInformation12408


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
માહિતી મોર્નિંગ...

#GujaratInformation12407


કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી હવે, એક જ ક્લિક પર..

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્દહસ્તે 'મારી યોજના' પોર્ટલનો શુભારંભ..

તારીખ: ૨૫/૧૨/૨૦૨૪
સમય - સવારે ૧૧:૦૦ વાગે
સ્થળ: નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર

#GujaratInformation12406

10 ta oxirgi post ko‘rsatilgan.